શુભમન ગિલે ટેસ્ટમાં 10મી સદી ફટકારી ઇતિહાસ સર્જ્યો, કોહલી-શર્માના રૅકોર્ડ તોડ્યા

શેર કરો:

Gill

Shubman Gill record: વેસ્ટ ઇન્ડિઝ સામે ચાલી રહેલી દિલ્હી ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ  ઇન્ડિયાના કૅપ્ટન શુભમન ગિલે સદી ફટકારી રૅકોર્ડ સર્જ્યો છે. ગિલ ટેસ્ટમાં કૅપ્ટન તરીકે 12 ઈનિંગ્સમાં સૌથી વધુ 50થી વધુ સ્કોર બનાવનારો ત્રીજો ભારતીય કૅપ્ટન બન્યો છે. ગિલની આ સદી સાથે વિરાટ કોહલીનો રૅકોર્ડ તૂટ્યો છે. કોહલીએ કૅપ્ટન તરીકે 12 ઇનિંગ્સમાં કુલ પાંચ વખત 50થી વધુ રન બનાવ્યા હતા. જ્યારે ગિલે છ વખત કૅપ્ટન તરીકે 50થી વધુ રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે.

ભારતના પ્રથમ દાવમાં 130મી ઓવરના પાંચમા બોલ પર ગિલે ત્રણ રન ફટકારી પોતાની 10મી ટેસ્ટ સદી પૂર્ણ કરી હતી. શુભમને 13 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 176 બોલમાં પોતાની આ સદી ફટકારી હતી. આ સાથે કૅપ્ટન તરીકે 12 ઇનિંગ્સમાં 50થી વધુ રન ફટકારનારો ત્રીજો ભારતીય ખેલાડી પણ બન્યો છે.

સંબંધિત લેખો

Frame 38

ટોચના સમાચાર

વેપાર

news detail ads 1