Indonesian President Prabowo Subianto and Donald Trump: ઈન્ડોનેશિયાના પ્રમુખ પ્રબોવો સુબિયાંતોએ ગઈકાલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરતાં ટ્રમ્પના પુત્ર એરિકને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સુબિયાંતોની આ ઈચ્છા સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.

તમને જણાવી દઈએ કે, એરિક ટ્રમ્પ સરકારમાં કોઈ અધિકારી કે સત્તા પર નથી, તે માત્ર ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડન્ટ છે.
ઈજિપ્તમાં ગાઝા ફોકસ્ડ સમિટ સંબોધિત કર્યા બાદ સુબિયાંતોએ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. જેમાં માઈક્રોફોનમાં સુબિયાંતોની ટ્રમ્પના દિકરાને મળવાની ઈચ્છા રેકોર્ડ થઈ હતી. તેઓ વીડિયો ફુટેજમાં ચાલુ લાઈવ માઈક્રોફોનથી અજાણ હતાં, તેમનો આ વાર્તાલાપ રેકોર્ડ થઈ ગયો હતો.






